રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 અંતર્ગત હવે ઉદ્યોગ અને ખાણ વિભાગે કરેલા વર્ગીકરણ પ્રમાણે કુલ ત્રણ શ્રેણીમાં GIDCને સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે.
આ નિર્ણયથી સરકારી પડતર જમીન ફાળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે, સમયનો વ્યય અટકશે અને તમામ GIDC વચ્ચે જમીન ફાળવણી અને તેના વિકાસની સમાનતામાં પણ વધારો થશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું.