ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાજ્ય સરકાર દ્વારા આજથી 21 ડિસેમ્બર સુધી 21 જિલ્લા અને 6 મહાનગરપાલિકામાં “રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ” યોજાશે.

રાજ્ય સરકાર દ્વારા આજથી 21 ડિસેમ્બર સુધી “રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ” યોજાશે. નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અમલમાં મૂકાયો છે એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં જણાવ્યા મુજબ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર સહિત 21 જિલ્લાઓ તેમજ 6 મહાનગરપાલિકામાં આ અભિયાન ચલાવાશે. દરમિયાન ગત 5 વર્ષમાં સૌથી વધુ રક્તપિત્તના કેસ નોંધાયા હોય તેવા વિસ્તારની તપાસણી કરાશે.
ઉપરાંત જિલ્લાઓના નિયત કરેલા 164 તાલુકાઓમાં રક્તપિત્ત તપાસ અભિયાન અંતર્ગત આશા અને પુરુષ સ્વયંસેવકોની ટુકડીઓ ઘરેઘરે જઈ રક્તપિત્ત અંગે લોકોને સમજ આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ