મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દરેક સમાજને સાથે રાખીને તેમને સમાન અવસરો પૂરા પાડીને રાજ્યની સર્વાંગી વિકાસયાત્રાને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2047માં વિકસિત ભારતનાં નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું છે.
કલોલ નજીક, જમિયતપુરા ગામ પાસે 300 કરોડ રૂપિયાનાં ખર્ચે આકાર લેનારા આંજણાધામના શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પશુપાલકો અને ખેડૂતોની મહેનત અને પરસેવાથી સિંચાયેલી એશિયાની સૌથી મોટી ડેરી – બનાસ ડેરી આંજણા ચૌધરી સમાજના પરિશ્રમનું પરિણામ છે.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, જ્યાં મહિલાઓનું પણ પુરુષો જેટલું જ યોગદાન હોય એ જ દેશ અને સમાજ ઉન્નતિ કરે છે. તેમણે જણાવ્યું કે, આંજણા સમાજ બહેન-દીકરીઓના શિક્ષણ અને વિકાસ માટે વિશેષ ધ્યાન આપે. આ પ્રસંગે સંકુલનાં નિર્માણ માટે દાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:15 પી એમ(PM)