ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 3:14 પી એમ(PM) | તુવેર

printer

રાજ્ય સરકાર તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરશે

રાજ્ય સરકાર તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. વેચાણ કરવા માગતા ખેડૂતો આગામી 3થી 20 ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર ઑનલાઈન નોંધણી કરાવી શકશે. તુવેરની ખરીદી માટે 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતોના પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતો ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી VCE મારફતે નાફૅડના ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર નિ:શુલ્ક નોંધણી કરાવી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ