રાજ્ય સરકાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણને અગ્રતા આપી રહી છે અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેલાં માર્ગોના કામોને ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ માંડવીના કાણાઘાટ ગામે 23 કરોડ રૂપિયાના ખર્ચના ૧૦ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતાં આ મુજબ જણાવ્યું હતું.
આ વિકાસકામોમાં ૭ કરોડ રૂપિયાના ખર્ચે પીપલવાડા કરૂઠા રસ્તો, 18 લાખ રૂપિયાના ખર્ચે મગતરા એપ્રોચ રોડ, દોઢ કરોડ રૂપિયાના ખર્ચે પીપલવાણ એપ્રોચ રોડ સહિત આઠ માર્ગોના કામો તેમજ સાડા છ કરોડ રૂપિયાના ખર્ચે દેવગઢ લુહારવડ પર મેજર બ્રીજનું કામ, કરૂઠા ગ્રામ પંચાયત ભવન નિર્માણનું કામ અને અન્ય વિકાસકામોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરીને તેમનો વિકાસ થાય એ દિશામાં કામગીરી કરી રહી છે.
Site Admin | નવેમ્બર 16, 2024 7:10 પી એમ(PM) | રાજ્ય સરકાર