રાજ્ય સરકાર, ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરશે.
તુવેરની ખરીદી માટે રાજ્યભરમાં 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
ખેડૂતો આગામી ત્રણથી 20 ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર ઑનલાઈન તેમ જ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE એટલે કે, ગ્રામ કમ્પ્યુટર સાહસિક મારફતે નાફૅડના ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 8:28 એ એમ (AM)
રાજ્ય સરકાર, ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરશે
