રાજ્ય સરકાર આગામી સમયમાં અંદાજે 21 હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરી દિવ્યાંગજનોને રોજગારી આપશે. હાલ રાજ્યમાં સાત હજાર જેટલી જગ્યાઓ પર દિવ્યાંગજનો સેવા આપી રહ્યા છે. ગાંધીનગર ખાતે “આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ”ની ઉજવણીમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્ર-સચિવ મોહમ્મદ શહીદે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દિવ્યાંગજનો માટે હંમેશા નવી યોજનાઓ લાવી રહી છે. તેમણે ઉંમેર્યું કે, ‘દિવ્યાંગજનોને ઉપયોગી થવાનું શ્રેષ્ઠ સેવા કાર્ય માત્ર એક દિવસ નહીં, પરંતુ હંમેશા ચલાવવું પડશે. દરમિયાન મહાનુભાવોના હસ્તે 15 જેટલા દિવ્યાંગજનોને ઉપયોગી વિવિધ સાધનોનું વિતરણ કરાયું હતું.
Site Admin | ડિસેમ્બર 3, 2024 7:32 પી એમ(PM) | રાજ્ય સરકાર