ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 4, 2024 12:22 પી એમ(PM)

printer

રાજ્ય સરકાર આગામી ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરશે.

રાજ્ય સરકાર આગામી ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અનુદાનિત શાળાઓમાં આચાર્યની 1 હજાર 200 જેટલી અને અનુદાનિત શાળાઓમાં જૂના શિક્ષકની અંદાજે 2 હજાર 200 જેટલી જગ્યાઓ ભરવા માટેની સંભવિત જાહેરાત એક ઑગસ્ટે થશે. જ્યારે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ મળી અંદાજે ચાર હજાર જેટલી જગ્યાઓ ભરાશે. આમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની 3 હજાર 250 જગ્યાઓ હશે.
પ્રવક્તા મંત્રીએ ઉંમેર્યું કે, સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ—2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7 હજાર જગ્યા, સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ટેટ—2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યા ભરાશે.
આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ—1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5 હજાર જગ્યાઓ માટે તેમ જ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ—1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1 હજાર 200 જગ્યાઓ માટે ભરતી કરાશે.શ્રી પટેલે કહ્યું, આ નિર્ણય અનુસાર ગઈકાલે જાહેર થયેલી ભરતીમાં ટેટ—1માં વર્ષ 2012થી 2023 સુધી પાસ થયેલા ઉમેદવારો તેમ જ ટેટ—2માં 2011થી 2023 સુધીમાં પાસ થયેલા ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી નોંધાવી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ