ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 20, 2024 7:22 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા

રાજ્ય સરકારે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ – એટલે કે, HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. આ નિયમો મુજબ, બાલવાટિકાથી ધોરણ 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક, જ્યારે ધોરણ 6થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક અને બાલવાટિકાથી ધોરણ આઠમાં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થશે.
જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળઆમાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે. જ્યારે જિલ્લા ફેર બદલીની માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈશે. 50 ટકા જગ્યાઓ અગ્રતાથી અને 50 ટકા શ્રેયાનતાથી ભરવાની રહેશે. તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય કે રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ કે પત્નીની બદલીઓ, રાજ્યના વડા મથકના બિનબદલીપાત્ર અધિકારી કે કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ કે પત્નીની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવી છે.
દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકોનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે. જેતે શાળામાં મહેકમ જળવાતું ન હોય તેમને પ્રથમ પગારકેન્દ્રની મંજૂરી મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ પર અને ત્યારબાદ જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે.
આ ઉપરાતં બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલા કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે. તેમ જ આંતરિક કે જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશઃ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ