મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્ય સરકારે 14 જિલ્લાના આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભ સુનિશ્ચિત કર્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડ વિતરણ પ્રસંગે શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના આ વર્ષના બજેટમાં શિક્ષણની યોજનાઓ માટે વધારા 3 હજાર 300 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓના ઉત્કર્ષ માટે રાજ્ય સરકારે વિકાસના અનેક કામ પાર પાડ્યા છે.
Site Admin | એપ્રિલ 12, 2025 2:31 પી એમ(PM)
રાજ્ય સરકારે 14 જિલ્લાના આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભ સુનિશ્ચિત કર્યા
