મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ, ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત ૧૭ નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ એક હજાર કરોડથી વધુ ફાળવવાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ ૧૪૧ કરોડથી વધુ રૂપિયા મંજૂર થયા છે તેમાં નવી રચાયેલી મુન્દ્રા-બોરાઈ નગરપાલિકાને ચોમાસામાં ભારે વરસાદથી માર્ગોને થયેલા નુક્શાનની મરામત અને નવા માર્ગો માટે ૭ કરોડ ૭૫ લાખ સહિત વાઘોડિયા નગરપાલિકા માટે ૪.૪૬ કરોડ, ડભોઇ માટે ૧.૭૫ કરોડ તેમજ ૩ મહાનગરપાલિકાઓ જુનાગઢને ૨૫ કરોડ, જામનગરને ૪૭.૫૩ કરોડ તથા ભાવનગરને ૫૪.૮૮ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 7:46 પી એમ(PM) | મુખ્યમંત્રી
રાજ્ય સરકારે ૧૭ નગરપાલિકાઓ, ૭ મહાનગરપાલિકાઓ અને ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને વિવિધ વિકાસ કામો માટે એક હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા.
