રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા, જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી વડોદરા નગરપાલિકાને 2 કરોડ, 78 લાખના ખર્ચે વિવિધ 50 કામોને મંજૂરી આપી. તેમણે જસદણ નગરપાલિકાને સી. સી. રોડના કામ માટે 19 લાખ 17 હજાર રૂપિયા તેમજ વિજાપુર નગરપાલિકાને સી. સી. રોડ તેમજ પેવર બ્લૉકના કામો માટે 17 લાખ 43 હજાર રૂપિયા ફાળવવા મંજૂરી આપી છે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 7:19 પી એમ(PM) | મુખ્યમંત્રી
રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી
