રાજ્ય સરકારે વર્ગ 3 અને વર્ગ 4 સહિત કરાર આધારિત ભરતીને સ્થાને કાયમી ભરતી કરવા તેમજ સરકારી ભરતીઓમાં કરાર પ્રથા નાબૂદ કરાઈ હોવાના સમાચારને રદિયો આપ્યો છે.વહીવટી વિભાગના સંયુક્ત સચિવ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં આ સમાચારોને સત્યથી વેગળા કહેવાયા છે. સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારે આવો કોઈ જ નિર્ણય લીધો નથી, ના તો આ અંગેની કોઈ સૂચના અપાઈ છે. ભરતી અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે. આ નિવેદનમા સામાન્ય લોકોને સોશિયલ મીડિયા તેમજ સમાચારોમાં પ્રસારિત આવી ખબરોથી ભ્રમિત ન થવા લોકોને કહેવાયું છે.
Site Admin | જુલાઇ 17, 2024 7:49 પી એમ(PM) | કરાર પ્રથા નાબૂદ | રાજ્ય સરકાર