ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 14, 2024 3:28 પી એમ(PM) | ખેતી

printer

રાજ્ય સરકારે વાસ્તવિક ખરીદારનાં કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો

રાજ્ય સરકારે વાસ્તવિક ખરીદારનાં કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે.
મહેસુલ વિભાગના ઠરાવ મુજબ વાસ્તવિક ખરીદારનાં કિસ્સામાં જમીનનાં મૂલ્યાંકનને આધારે પ્રીમિયમ વસુલાતની વર્તમાન સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના મૂલ્યાંકન પર પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે.
વર્તમાન નિયમ અનુસાર જે જમીનનું મૂલ્યાંકન ૫૦ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં વાસ્તવિક ખરીદારે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે. આવા ખરીદારની અરજીની વધુ સંખ્યાને કારણે મંજૂરી પ્રક્રિયામાં વિલંબ થતો હોવાથી રાજ્ય સરકારે સત્તા વિકેન્દ્રીકરણનો નિર્ણય કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ