રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી છે, જેમાં એક અધ્યક્ષ અને છ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે અને અધ્યક્ષ ત્રણ વર્ષ સુધી હોદ્દા પર રહેશે. તેમ એડવૉકેટ જનરલે ગઇકાલે ગુજરાત વડી અદાલતમાં જણાવ્યું હતું.
અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, વડી અદાલતમાં ગઈકાલે મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ એક સંસ્થા દ્વારા કરાયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. દરમિયાન એડવૉકેટ જનરલે રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી હોવાનું અદાલતને જણાવ્યું હતું. રાજ્ય સરકારે જણાવ્યું કે, બાળ સુરક્ષા નીતિ યુનિસેફને તેમના સૂચનો માટે મોકલવામાં આવી છે. વડી અદાલતે આ નીતિ વધુ દ્રઢ બનાવવા અને આ મુદ્દે કામ કરતી સંસ્થાઓના અભિપ્રાય લેવા પણ સૂચન કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 14, 2024 8:14 એ એમ (AM) | બાળ અધિકાર સંરક્ષણ
રાજ્ય સરકારે વડી અદાલતમાં જણાવ્યું કે, રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી છે.
