ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 7, 2024 10:07 એ એમ (AM)

printer

રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કે.વાય.સી ફરજિયાત કર્યું

રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કે.વાય.સી ફરજિયાત કર્યું છે, ત્યારે રેશનકાર્ડ માટે ઈ કેવાયસી સંદર્ભે રાજ્ય વ્યાપી ઝુંબેશ શરૂ થવા જઈ રહી છે.
જે અંતર્ગત રાજ્ય સરકારના મુખ્ય સચિવ રાજકુમારે ગઈકાલે ગાંધીનગરના મોટા ચિલોડા ગ્રામ પંચાયત ખાતે માટે ઈ-કે.વાય.સી અભિયાન સંદર્ભે ડેમોસ્ટ્રેશન નિહાળી સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર ઉપરાંત અધિક મુખ્ય સચિવ ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગ સુનયના તોમર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહાનુભાવોએ મોટા ચિલોડાની પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી અને શાળામાં શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઈ- કે.વાય.સી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ