ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2024 3:07 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે રાજ્યના ત્રણ વીજ મથકોમાં પ્રત્યેકમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી

રાજ્ય સરકારે રાજ્યના ત્રણ વીજ મથકોમાં પ્રત્યેકમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં 800 મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ 53 હજાર 368 મેગાવોટની સ્થાપિત ક્ષમતામાં 2400 મેગાવોટનો વધારો થશે.
હાલ રાજ્યમાં 24 હજાર 962 મેગાવોટ પરંપરાગત અને 28 હજાર 406 મેગાવોટ બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદનની કુલ 53 હજાર 368 મેગાવોટ સ્થાપિત ક્ષમતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ