નવરાત્રિ શરૂ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી છે. જો કે મોડાં સુધી ગરબા ચાલુ રાખવાથી નજીકની હોસ્પિટલ કે કોઈ નાગરિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તાકીક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. અમદાવાદ પોલીસે ગઈકાલે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં માઇક અને લાઉડ સ્પીકર સિસ્ટમ, સ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જોકે રાત્રીના 12 વાગ્યા બાદ માઇક કે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી નથી તેમ જણાવ્યું છે.
આ જાહેરનામાનો ભંગ કરનારને ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧)મુજબ દંડની સજા થશે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | NAVRATRI | news | newsupdate | topnews | ગરબા | ગુજરાત | નવરાત્રિ | નવરાત્રી | ભૂપેન્દ્ર પટેલ | મુખ્યમંત્રી | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ | હર્ષ સંઘવી