રાજ્ય સરકારે ફી નિયમન સમિતિની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચાર ઝોનની
સમિતિની જાહેરાત કરાઇ છે. જેમાં અમદાવાદ ઝોનના અધ્યક્ષ તરીકે હર્ષિત વોરાને નિયુક્ત કર્યા છે. જયારે રાજકોટ ઝોનમાં શ્રીમતી પી.જે.અગ્રાવતને,
મહમ્મદ હનિફ સિંધિ વડોદરા ઝોનના, જ્યારે અતુલ રાવલ સુરત ઝોનના અધ્યક્ષ તરીકે નીમાયા છે. આ સમિતિ શાળાઓની ફી નિર્ધારણ અને નિયમન માટે કામગીરી બજાવશે.તમામ ચારે ઝોનમાં ફી નિયમન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત જીલ્લા ન્યાયાધિશની નિમણૂંક કરવામાં આવી છે. આ સમિતિનો કાર્યકાળ આગામી ત્રણ વર્ષ સુધીનો રહેશે.
Site Admin | જુલાઇ 29, 2024 8:10 પી એમ(PM) | FRC COMMITTEE | Gujarat