ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 19, 2024 7:48 પી એમ(PM) | પાણીજન્ય રોગો

printer

રાજ્ય સરકારે દરેક ગામોમાં પાણીજન્ય રોગો ઉદભવે નહીં અથવા કોઇ રોગ નોંધાયા હોય તો તેને નિયંત્રિત કરવા માટે સઘન કામગીરી શરૂ કરી

રાજ્ય સરકારે દરેક ગામોમાં પાણીજન્ય રોગો ઉદભવે નહીં અથવા કોઇ રોગ નોંધાયા હોય તો તેને નિયંત્રિત કરવા માટે સઘન કામગીરી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઇરસના સૌથી વધુ શંકાસ્પદ કેસ ધરાવતા સાબરકાંઠા જિલ્લાની GMERS મેડિકલ કૉલેજ ખાતે આ મુજબ જણાવ્યું હતું.. તેમણે એન્કેફેલાઇટીસની સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા.
જે બાદ તેમણે સાબરકાંઠા જિલ્લામાં એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર, તેમજ ઉપચાર, વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક કરી હતી.. બેઠકમાં તેમણે અસરગ્રસ્ત ગામો સહિત જિલ્લાના તમામ ગામોમાં દવા અને સ્પ્રેના છંટકાવ કરવાનું સૂચન કર્યું.
દરમિયાન, ગાંધીનગર જિલ્લાના અમરાજીના મુવાડા અને પાનસર ગામે આરોગ્ય સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએથી એકત્ર કરેલી સેન્ડ ફ્લાયને પ્રયોગશાળામાં પરિક્ષણ માટે મોકલવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 4 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં એક બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જિલ્લા આરોગ્ય ટીમે ગામોમાં દવાનો છંટકાવ કરી તપાસ હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ