રાજ્ય સરકારે જૈન તીર્થ પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે વધુ ૫૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, તાજેતરમાં રાજ્યના ૪૪ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની
સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ ૨ હજાર ૨૬૯ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ હેતુસર જૈનતીર્થ ક્ષેત્ર પાલીતાણાને ૪૦ કરોડ ૫૦ લાખ રૂપિયા ૨૪.૯૦ કિ.મી
લંબાઈના ૬ રસ્તા અને પૂલોના કામો માટે મંજૂર કરવામાં આવેલા છે. મુખ્યમંત્રીએ વધુ ૫૧ કરોડ ૫૭ લાખ રૂપિયા પાલીતાણાને જોડતા ૮૦૦ મીટરના માર્ગો પર નવા રસ્તા, પુલો માટે મંજૂર કર્યા
છે. અત્યાર સુધીમાં ૨૫.૭૦ કિ.મી. માર્ગો માટે કુલ ૯૨ કરોડ રૂપિયાથી વધુ રૂપિયા અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે.આ નિર્ણયથી પાલિતાણા જૈન તીર્થમાં આવતા દર્શનાર્થીઓને સલામતી તથા સુલભતા પ્રાપ્ત
થશે. તેમજ પાલીતાણા-તળાજા રસ્તાના જંકશન પોઇન્ટ પરનો ટ્રાફીક હળવો થશે.
Site Admin | ફેબ્રુવારી 3, 2025 7:39 પી એમ(PM)
રાજ્ય સરકારે જૈન તીર્થ પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે વધુ ૫૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે
