રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓ- EDLની યાદીમાં આ વર્ષે નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ રાજ્ય સરકારની EDLની યાદીમાં ૭૧૭ દવાઓ હતી, જે હવે વધીને ૧ હજાર ૩૮૨ થઇ છે. તેમણે કહ્યું કે, રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, EDLની યાદીમાં હવે કાર્ડીઓ વેસ્ક્યુલરની દવાઓ વધીને ૧૧૭, એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ વધીને ૧૯૯, એન્ટી કેન્સરની દવાઓ વધીને ૪૭ અને ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની દવાઓ વધીને ૧૨૩ થઇ છે.
Site Admin | જુલાઇ 26, 2024 7:45 પી એમ(PM) | આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ