રાજ્ય સરકારે જાપાનના ઉદ્યોગોને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીન પસંદગી અને ફાળવણીમાં જરૂરી મદદની પ્રતિબધ્ધતા વ્યકત કરી.
ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે જાપાનના મુંબઈ સ્થિત કૉન્સ્યુ લ જનરલ શ્રી યાગી કોજીએ મુલાકાત લીધી હતી.
જાપાનના કૉન્સ્યુ લ જનરલે ઉમેર્યું કે, વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સુઝુકી મોટર્સે ગુજરાતમાં પોતાના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી તેમજ જાપાનની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ પણ ભારતની કંપનીઝ સાથે કોલૅબરેશન કરીને ગુજરાતમાં આવવા ઉત્સુક છે. તેમ જણાવ્યુ હતું, વધુમાં ઓટોમોબાઇલ અને સેમિકોન ઉપરાંત રિન્યુએબલ એનર્જી, ગ્રીન એમોનિયા પ્રોજેક્ટમાં પણ ગુજરાત સાથે રોકાણની સંભાવના રહેલી છે.
દરમિયાન આવા પ્રોજેક્ટ્સ માટે જરૂરી સ્થળ અને જમીન પસંદગી તથા ફાળવણીમાં રાજ્ય સરકાર જરૂરી મદદ કરશે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ.
Site Admin | જુલાઇ 2, 2024 8:17 પી એમ(PM) | સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ