ગુજરાત વડી અદાલતના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મુક્યા છે..
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી ગુજરાત હાઇકોર્ટે સમક્ષ હાથ ધરાયેલી સુઓમોટો અરજી ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને રાજકોટની ઘટના બાદ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા મોડેલ નિયમો બનાવવા કહ્યું હતું. જો કે, વડી અદાલતે સરકારને આ નવા નિયમો નોટિફાઇડ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ નિયમો દ્વારા જાહેર એમ્યુઝમેન્ટ પાર્કને લાઇસન્સ આપવાની અને નિયમનની કામગીરી કરાશે તેમજ તેનું નિયમિત ચેકિંગ પણ કરવામાં આવશે. ઉપરાંત, રાઈડ ઇન્સ્ટોલેશન, લાઇસન્સ, જુદી જુદી ગેમના પણ નિયમો બનાવવામાં આવ્યા છે. રાઇડ્સ અને મેળાના વિમા લેવા ફરજિયાત કરાયા છે. ક્વોલિફાઈડ લોકો આ ગેમ્સનું ઇન્સ્પેક્શન કરશે. જેનો રિપોર્ટ શહેરોમાં પોલીસ કમિશનરની આગેવાની ધરાવતી કમિટી અને જિલ્લાઓમાં જીલ્લા ન્યાયાધિશની અધ્યક્ષતા વાળી સમિતિ સમક્ષ મૂકવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 7:57 પી એમ(PM) | ગુજરાત વડી અદાલત
રાજ્ય સરકારે ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મુક્યા
