રાજ્ય સરકારે ગઈ કાલે PMJAY યોજના હેઠળ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને નિયોનેટલ જેવી મહત્વની સારવાર માટેનાં નિયમો સુધારવામાં આવ્યા છે, જેથી ગેરરિતી અટકી શકે.
આ યોજના અંતર્ગત તારીખ 4 ડિસેમ્બર 2024 સુધી કુલ 72 લાખ 79 હજાર 797 દાવાઓ માટે 15 હજાર 562 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.
11 જુલાઇ 2023થી 10 જુલાઇ 2024 સુધીમાં આ યોજના અંતર્ગત કુલ 24 હજાર 701 એટલે કે 41 કરોડ 18 લાખ રૂપિયાના દાવાઓને રદ કરવામાં આવ્યા છે. શ્રી પટેલ હોસ્પિટલમાં થતી ગેરરીતિ અટકાવવા માટે સરકારે લીધેલાં પગલાંની માહિતી આપી હતી.
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:44 એ એમ (AM) | pmjay
રાજ્ય સરકારે ગઈ કાલે PMJAY યોજના હેઠળ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી
