ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 24, 2024 8:24 એ એમ (AM) | રાજ્ય સરકારે

printer

રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાની સામે 1 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરી છે.

રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાની સામે 1 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરી છે. દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ઑક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની પામેલ વિસ્તારોના ખેડૂતોને પણ સરકાર સહાય કરશે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ અન્ય ધારાસભ્યો દ્વારા ખેડૂતોને ઑક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવાની રજૂઆતો મળી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત, વાપી તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, આણંદ, અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિદ્વારકા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. આ જિલ્લાઓમાં મુખ્ય અસરગ્રસ્ત પાકો મગફળી, ડાંગર, કપાસ, સોયાબિન, કઠોળ તેમજ શાકભાજી છે. કૃષિમંત્રીએ જણાવ્યું કે આવા કિસ્સાઓમાં નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ