રાજ્ય સરકારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના માર્ગો ચારમાર્ગીય કરવા તથા મુખ્ય પુલ બનાવવા માટે ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉત્તર ગુજરાતના વિસનગર-વિજાપુર ૨૪ કિલોમીટર માર્ગને ચારમાર્ગીય કરવા ૧૩૬ કરોડ રૂપિયા,તેમજ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આણંદ-કરમસદ-સોજીત્રા રોડ ચારમાર્ગીય કરવા ૧૩૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડાના ૧૬ જેટલા ગામોની ૨૩ હજારથી વધુ વસ્તીને અવરજવર માટે સગવડ મળે તે માટે દમણગંગા નદી પર મુખ્ય પુલના કામ માટે ૨૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.કપરાડાના ભૂરવડથી દમણગંગા નદીના સામા કાઠાંના ટુકવાડાને જોડતા પુલનું નિર્માણ કરાશે .આના પરિણામે શાળાએ જનારા આદિજાતિ ગ્રામીણ વિદ્યાર્થીઓ, ખાનવેલ અને સેલવાસ જી.આઈ.ડી.સી.માં નોકરી-રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે.
Site Admin | જાન્યુઆરી 13, 2025 7:48 પી એમ(PM)