ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 8, 2025 7:35 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે”વોકલ ફોર લોકલ” અંતર્ગત અંદાજે 23 લાખ રૂપિયાનાં ખર્ચે 444 કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી

રાજ્ય સરકાર દ્વારા ૨૩લાખ રૂપિયાના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે

આધુનિક ટેકનોલોજીનાયુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે જેથી પ્રધાનમંત્રીના સૂત્રવોંકલ ફોર લોકલને સાર્થક કરવા આ  અંગેનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા, ગાંધીનગરદ્વારા પતંગ બનાવવા માટે રાજ્યભરમાં કૌશલ્ય નિમાર્ણ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યાછે. સંસ્થા દ્વારા રોજગારલક્ષી તાલીમ માટે પતંગ વ્યવસાય ગુજરાતના પ્રત્યેકજિલ્લામાં વિકસે તે માટે ખેત મજૂરી તેમજ છૂટક મજૂરી કરતા ભાઈઓ તથા બહેનોને તાલીમઆપવામાં આવે છે. જેમાં પતંગ બનાવવાની પ્રક્રિયા, તેમાટે લાગતો સમય, પતંગનું માર્કેટ અને રોજગારીની ઉજ્જવળસંભાવનાઓ જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા પ્રત્યક્ષ તાલીમ-માર્ગદર્શન આપવામાંઆવે છે. દરેક વર્ગમાં ૧૮ થી ૪૫ વર્ષ વચ્ચેની વયના તાલીમાર્થીઓની પસંદગી કરીને કુલ૩૦ તાલીમાર્થીઓની બેચમાં તાલીમ આપવામાં આવે છે.

હાલમાં, ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર આણંદ, ખેડા, વલસાડ, સુરત, પાટણ, અરવલ્લી, ડાંગ, નર્મદા અને તાપી એમ કુલ ૧૨ જિલ્લાઓના વિવિધ કેન્દ્રો ઉપર પતંગ બનાવવામાટેના તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ