ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 7, 2024 7:43 પી એમ(PM)

printer

રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરીએ રવિ પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે

રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરીએ રવિ પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. દિવાળી પછી શરૂ થતી રવિ મોસમમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કર્યું છે. જ્યારે કેટલાક ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા છે. જોકે, રાજ્યમાં હાલમાં દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાથી ખેડૂતોએ વાવેતર સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે તેમ માર્ગદર્શિકામાં જણાવાયું છે.માર્ગદર્શિકા અનુસાર, ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ. તેમજ ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવિ પાકોનું વાવેતર ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. ખેડૂતો ભારત સરકારની મેઘદૂત મૉબાઈલ એપ્લિકેશનના માધ્યમથી કૃષિ હવામાન માર્ગદર્શિકા સેવાઓ અને આગાહી જાણી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ