રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ટોચની વૈશ્વિક કંપની જેબિલ સાથે 1 હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ કરાર અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન -DSIRમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ એટલે કે EMS યુનિટ શરૂ કરવામા આવશે.
આ MOU મુજબ આગામી ૨૦૨૭ સુધીમાં આ યુનિટ શરૂ કરાશે જેનાથી ૫૦૦૦થી વધુ રોજગારીની તકો ઊભી થશે અને વિશ્વ-કક્ષાના ઉત્પાદનો થકી રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત થશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં માઈક્રોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, સીજી પાવર અને ક્રેઈન્સ જેવી અગ્રણી ટેક્નોલોજી કંપની દ્વારા સેમિકન્ડક્ટર એકમો સ્થાપવામાં આયા છે. જે અંતર્ગત ટાટા ઈલેક્ટ્રોનિક્સ ધોલેરા ખાતે ભારતની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનાવી રહી છે.
Site Admin | નવેમ્બર 14, 2024 7:07 પી એમ(PM) | વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ