ગઈકાલે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાં અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનાં વધારાની જાહેરાત બાદ હવે રાજ્ય સરકારનાં કર્મચારીઓએ પણ તેમનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગણી કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્યનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખીને કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થુ 50% થી વધારી 53% કરવાની રજૂઆત કરી છે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 4:13 પી એમ(PM) | રાજ્ય સરકાર
રાજ્ય સરકારનાં કર્મચારીઓએ તેમનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગણી કરી
