રાજ્ય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે બનાસકાંઠાના થરાદની મુલાકાત લીધી હતી. વિવિધ સંસ્થાઓ, વેપારીઓ અને ભાજપ કાર્યકર્તાઓએ લાખણી ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે થરાદ નવો જિલ્લો બનશે તો અધિકારીઓ ડબલ થશે, આ સિમાવતી વિસ્તાર છે. જેને લઇ વિકાસ થશે. જિલ્લાને વધુ ગ્રાન્ટ મળશે. આ કોઈ વિભાજન નથી નવા જિલ્લાનું નવ નિર્માણ છે. ઉલ્લેખનીય છે કે સરકારે વિકાસની રૂપરેખાને વધારવા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો જાહેર કર્યો છે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 4:31 પી એમ(PM)