ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 9:38 એ એમ (AM)

printer

રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ – પાંચ ખરડા રજૂ કરાશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. પંદરમી વિધાનસભાના પાંચમુ સત્ર ત્રણ દિવસનું રહેશે.આજે પહેલા દિવસની શરૂઆત શોકદર્શક ઠરાવો દ્વારા થશે. ગુજરાત વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો અને અન્ય રાજકીય આગેવાનોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસાર કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. ત્યારબાદ સરકારી ખરડા અને સરકારી કામકાજ કરવામાં આવશે.પહેલા દિવસે બે સત્રમાં કામગીરી કરવામાં આવશે. જ્યારે સત્રના બીજા દિવસે સરકારી ખરડા રજૂ કરાશે અને ગૃહના કામકાજના સમય દરમિયાન આ કામગીરી અને ખરડા ઉપર ચર્ચા કરવામાં આવશે. જ્યારે સત્રના ત્રીજા અને અંતિમ દિવસે સરકારી ખરડા અને સરકારી કામકાજ કરવામાં આવશે, અને સત્રમાં છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને ગૃહનું સમાપન કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ