રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આવતીકાલે બપોરે 12 વાગ્યાથી પ્રારંભ થશે. 15 વિધાનસભાનું આ સત્ર 23 ઓગસ્ટ સુધી ચાલશે. આ ત્રિદિવીસય સત્રમાં રાજ્ય સરકાર મહત્વના સાત ખરડા પર ચર્ચા કરશે. જેમાં કાળા જાદુ, ગુજરાત સ્પેશિયલ કોર્ટ ખરડો, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેનો ખરડો, સૌરાષ્ટ્ર ઘરખેડ, પ્રોહિબિશન અંતર્ગત પકડાયેલા વાહનોનો નિવેડો લાવવા માટેનો ખરડો રજૂ કરવામાં આવશે.
જીએસટી સુધારા ખરડો સહિત અન્ય ખરડા પણ ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવશે.
દરમિયાન, આજે વિધાનસભા-સલાહકાર સમિતિની બેઠક મળશે. જેમાં સત્રની કાર્યયોજના નક્કી કરાશે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 9:13 એ એમ (AM) | #aakahvani #aakashvaninews