ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 10, 2024 10:05 એ એમ (AM) | GST

printer

રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે, GST વિભાગે અમદાવાદની એક ખાનગી કંપનીની 2 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી

રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે, GST વિભાગે અમદાવાદની એક ખાનગી કંપનીની 2 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી પાડી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, GST વિભાગે ગત 5 ડિસેમ્બરે અમદાવાદમાં કૃત્રિમ ફૂલ અને અન્ય સુશોભન વસ્તુઓના વેપાર સાથે જોડાયેલા 11 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા.
તપાસ દરમિયાન અંદાજે 2 કરોડ 50 લાખ રૂપિયાની વેરાચોરી અને 3 કરોડ 50 લાખ રૂપિયાની જવાબદારી શોધવામાં આવી હતી. રાજ્યના કર વિભાગે આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ