ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 1, 2025 7:32 પી એમ(PM) | મંત્રીમંડળ

printer

રાજ્ય મંત્રીમંડળે નવી નવ મહાનગરપાલિકાની રચનાને બહાલી આપતા હવે રાજ્યમાં 17 મહાનગરપાલિકા બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચના તેમજ બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવાં વાવથરાદ જીલ્લો બનાવવાનાં નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી,વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર- વઢવાણ, મોરબી, પોરબંદર- છાયા અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી હતી. આ નવ મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત થશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાનો નિર્ણય લેવાયો છે. હવે આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા ૩૪ થશે.
વાવ થારાદને નવો જીલ્લો જાહેર કરવાનાં નિર્ણયને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીએ આવકાર્યો છે. તેમણે કહ્યું કે, નવા જિલ્લાના સર્જનથી માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓમાં વધારો થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ