રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ અધિકારીઓ અને જવાનોને આધુનિક યુગમાં ડ્રૉન ટેક્નૉલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અંગે સૂચન આપ્યું હતું. ખેડા જિલ્લાના ખલાલ ખાતે આવેલા કમાન્ડો તાલીમ કેન્દ્રમાં યોજાયેલી ડીજીપી-આઈજીપી પરિષદમાં શ્રી સહાયે આમ જણાવ્યું હતું. રાજ્યના છેવાડાના પોલીસમથક સુધી સૂચનોની અમલવારી થાય તે માટે આ પરિષદ યોજાઈ હતી.
આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડીજીપી-આઈજીપી પરિસદમાં પોલીસિંગને લગતા વિષય પર મળેલા સૂચનો અંગે ચર્ચા અને તેના અમલીકરણ પર ભાર મુકાયો હતો.
આ પરિષદમાં વિવિધ એકમના વડા તેમજ શહેર, રેન્જ, જિલ્લા વડાઓ સહિત 50થી વધુ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | નવેમ્બર 14, 2024 11:09 એ એમ (AM)