ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 6, 2024 2:05 પી એમ(PM) | રાજ્યસભા

printer

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મનુસિંઘવીની સીટ પરથી ચલણી નોટોનું બંડલ મળી આવતા સભાપતિએ તપાસનો આદેશ આપ્યો

એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચનાં આક્ષેપો તથા અન્ય મુદ્દે વિરોધ પક્ષોએ શોરબકોર કરતાં આજે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. ગૃહ ફરી મળ્યું ત્યારે પણ વિરોધ પક્ષોના શોરબકોરના પગલે અધ્યક્ષે કાર્યવાહી સોમવાર પર મુલતવી રાખી હતી.
આજે સવારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ સહિતનાં વિરોધ પક્ષોએ ઘોંઘાટ કર્યો હતો. અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને પ્રશ્નકાળ ચાલવા દેવા વિનંતી કરી હતી પણ વિરોધ પક્ષના સાંસદોએ કાર્યવાહી ન ચાલવી દીધી.
દરમિયાન, ગઈ કાલે રાજ્યસભામાંથી ચલણી નોટોનું બંડલ મળી આવ્યું હતું. ગૃહ મોકૂફ રહ્યા બાદ નિયમિત તપાસ દરમિયાન નોટો મળી આવી હતી. આજે સવારે ગૃહ મળ્યું ત્યારે સભાપતિ જગદીપ ધનખડે ગૃહને માહિતી આપી કે સીટ નંબર 222 પરથી સલામતી અધિકારીઓ ચલણી નોટો મળી આવી હતી. આ સીટ કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ ગંભીર મુદ્દો છે અને તેની તપાસ ચાલી રહી છે.
આ અંગે શ્રી સિંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ઉપલા ગૃહમાં જાય છે ત્યારે માત્ર 500 રૂપિયાની નોટ જ સાથે રાખે છે. ગઇ કાલે તેઓ બપોરે 12-57 વાગે ગૃહમાં પહોંચ્યા હતા અને ગૃહ એક વાગે શરૂ થયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ બપોરે દોઢ વાગ્યા સુધી કેન્ટીનમાં હતા, ત્યારબાદ સંસદમાંથી નીકળી ગયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ