રાજ્યસભામાં આપત્તિ વ્યવસ્થાન સુધારા ખરડો 2024 પર આજે ચર્ચા શરૂ થઈ. ચર્ચાનો પ્રારંભ કરતા કૉંગ્રેસના નીરજ ડાંગીએ કહ્યું, આ ખરડામાં પીએમ કેર્સ ફંડ કે તેના ઉપયોગ અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી. આ ટિપ્પણી પર સત્તાપક્ષે વિરોધ દર્શાવ્યો હતો.ભાજપના બ્રિજલાલે કહ્યું, આપત્તિ વ્યવસ્થાપનની મુખ્ય જવાબદારી રાજ્ય સરકારોની છે. તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર આપત્તિઓ મામલે રાજ્યોને શક્ય તમામ સહાય આપે છે. શ્રી લાલે ઉમેર્યું, આપત્તિ સંભવિત વિસ્તારોમાં તાત્કાલિક પ્રતિક્રિયા માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRFની સ્થાપના કરવામાં આવી છે. તેમણે કહ્યું, કેન્દ્ર સરકારે 23 જૂન 2023ના દિવસે 19 રાજ્યમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- SDRF ટુકડીની સ્થાપના માટે છ હજાર 194 કરોડ રૂપિયા આપ્યા છે.તૃણમૂલ કૉંગ્રેસનાં રિતાબ્રજ બેનરજીએ N.D.A. શાસિત કેન્દ્રસરકાર પર વિપક્ષ શાસિત રાજ્યોનું ભંડોળ રોકવાનો પણ આક્ષેપ લગાવ્યો.
Site Admin | માર્ચ 25, 2025 6:36 પી એમ(PM)
રાજ્યસભામાં આપત્તિ વ્યવસ્થાન સુધારા ખરડો 2024 પર આજે ચર્ચા શરૂ થઈ
