ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 26, 2025 6:30 પી એમ(PM) | રાજ્યસભા

printer

રાજ્યસભામાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 વિચાર અને પસાર કરવા માટે રજૂ કરાયું

રાજ્યસભામાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 વિચાર અને પસાર કરવા માટે રજૂ કરાયું. આ ખરડામાં ભારતીય રિઝર્વ બૅન્ક અધિનિયમ 1934, બૅન્કિંગ નિયમન અધિનિયમ 1949, ભારતીય સ્ટેટ બૅન્ક અધિનિયમ 1955,બૅન્કિંગ કંપનીઓ ઉપક્રમોનું સંપાદન અને સ્થળાંતર અધિનિયમ 1970 તેમ જ બૅન્કિંગ કંપનીઓ ઉપક્રમોનું સંપાદન અને સ્થળાંતર અધિનિયમ 1980માં સુધારા કરવાની જોગવાઈ છે.આ ખરડાનો ઉદ્દેશ બૅન્ક ખાતામાં નૉમિની માટે વર્તમાન વિકલ્પોની સંખ્યા એકથી વધીને ચાર કરવાનો છે. ખરડામાં નિદેશક પદો માટે નોંધપાત્ર હિતને ફરીથી વ્યાખ્યાયિત કરવાની પણ જોગવાઈ છે. આ મર્યાદા પાંચ લાખ રૂપિયાને બદલે બે કરોડ રૂપિયા સુધી વધારી શકાય છે.આ ખરડો બૅન્કોને તેમના ઑડિટરોના મહેનતાણું નક્કી કરવાની સત્તા આપે છે.ખરડા પર ચર્ચા શરૂ કરતાં કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલે કહ્યું, કૉંગ્રેસ રકારના કાર્યકાળમાં જ બૅન્કોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. તેમણે કહ્યું, ખરડામાં સરકારે સહકારી બૅન્કમાં નિદેશકનો કાર્યકાળ આઠ વર્ષથી વધારીને દસ વર્ષ કરવા માટે સુધારાનો પ્રસ્તાવ રાખ્યો છે.દ્રવિડ મુનેત્રકઝગમના કે. આર. એન. રાજેશ કુમારે કહ્યું, તમિળનાડુ સરકાર ખેડૂતો માટે અલાયદું અંદાજપત્ર લઈને આવી છે અને તેમના માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ પણ શરૂ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ