ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાજ્યસભામાં આજે બંધારણ અંગેની ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપશે.

રાજ્યસભા આજે ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પર વિશેષ ચર્ચા ફરી શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉપલા ગૃહમાં ચર્ચાનો જવાબ આપશે. ગઈકાલે ઉપલા ગૃહમાં બે દિવસીય વિશેષ ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચાની શરૂઆત કરતા, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપી, તેના 15 મહિલા સભ્યોને વિશેષ માન્યતા આપી હતી.
શ્રીમતી સીતારમણે કહ્યું કે, આ પવિત્ર દસ્તાવેજમાં સમાવિષ્ટ ભાવનાને જાળવી રાખનાર ભારતનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાને દોહરાવવાનો આ સમય છે. મંત્રીએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને બંધારણના રક્ષણના મુદ્દાઓ પર વિપક્ષ પર નિશાન સાધ્યું. તેઓએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે લોકશાહીને મજબૂત કરવાને બદલે એક પરિવારને મદદ કરવા અને સત્તામાં રહેલા લોકોની સુરક્ષા માટે બંધારણમાં સુધારો કર્યો.
ચર્ચામાં ભાગ લેતા, ગૃહમાં વિપક્ષના નેતા, મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર બંધારણને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસે જ લોકોને વોટ આપવા માટે યુનિવર્સલ એડલ્ટ મતાધિકાર આપ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ