રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ વિશેની કથિત અસંસદીય ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ગૃહના નેતા જેપી નડ્ડાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણેકહ્યું કે વિપક્ષની ટિપ્પણીઓ અસંસદીય અને અત્યંત વાંધાજનક છે. શ્રી ધનખરે જયા બચ્ચનની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે અધ્યક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમનો વાંધો ખાસ કરીને અધ્યક્ષના સ્વર, ભાષા અને સ્વભાવ અંગે જયા બચ્ચનની ટિપ્પણીઓ સામે હતો. શાસક પક્ષના સભ્યોએ પણ જયા બચ્ચનની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. હંગામા વચ્ચે વિપક્ષી સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. આ પછી, ઘણા સભ્યો અને કેન્દ્રીય મંત્રીઓએ વિપક્ષની ટીકા કરી અને આરોપ લગાવ્યો કેતેઓ ગૃહ અને અધ્યક્ષની ગરિમાને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે કોઈ પ્રશ્નકાળ નહોતો અને આ મુદ્દે ગૃહની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કરવામાં આવી હતી. કેન્દ્રીયમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે વિપક્ષનું વર્તન અસ્વીકાર્ય છે અને તેઓએ અધ્યક્ષની માફી માંગવી જોઈએ. પૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી દેવગૌડાએ કહ્યું કે ગૃહના સભ્યોએ અધ્યક્ષના નિર્ણય અને અપીલનું સન્માન કરવુંજોઈએ. કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે અધ્યક્ષના નિર્ણયનું પાલન કરવું એ દરેક સભ્યની ફરજ છે અનેવારંવાર તેનું ઉલ્લંઘન કરનારા સભ્યો સામે કડક પગલાં લેવા જોઈએ. જનતા દળ(યુનાઈટેડ)ના કાર્યકારી પ્રમુખ સંજય કુમાર ઝાએ વિપક્ષી સભ્યને સ્પીકરને”સાથીદાર” ગણાવતા અત્યંત અપમાનજનક ગણાવ્યા અને જયા બચ્ચન સામે કડક કાર્યવાહીનીમાંગ કરી. સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ આ ઘટનાને”કાળો દિવસ” ગણાવ્યો અને વિપક્ષ પાસેથી માફી માંગવાની માંગ કરી. ભારત રાષ્ટ્ર સમિતિના સભ્ય કેઆર સુરેશ રેડ્ડી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાપ્રફુલ પટેલે પણ અધ્યક્ષ પર કરવામાં આવેલી ટિપ્પણીની નિંદા કરી હતી.
Site Admin | ઓગસ્ટ 9, 2024 8:08 પી એમ(PM) | જગદીપ ધનખડ | જયા બચ્ચન