રાજ્યસભાની ચૂંટણીમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના નવ, એનડીએના ઘટક પક્ષોના બે અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોમાં આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારમાંથી મનન કુમાર મિશ્રા, હરિયાણામાંથી કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશમાંથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રમાંથી ધીર્યા શીલ પાટીલ, ઓડિશામાંથી મમતા મોહંતા, રાજસ્થાનમાંથી રવનીત સિંહ બિટ્ટુ અને ત્રિપુરાથી રાજીવ ભટ્ટાચારજીનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી તેલંગાણા, એનસીપી-અજીત પવાર જૂથના નિતિન પાટીલ મહારાષ્ટ્ર અને આરએલએમના ઉપેન્દ્ર કુશવાહા બિહારથી રાજ્યસભામાં ચૂંટાયા છે.
Site Admin | ઓગસ્ટ 28, 2024 3:13 પી એમ(PM) | ચૂંટણી
રાજ્યસભાની ચૂંટણીમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના નવ, એનડીએના ઘટક પક્ષોના બે અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ વિજેતા જાહેર થયા
