રાજ્યમાં ગ્રામીણ મહિલાઓ સ્વ-સહાય જૂથની રચના કરીને “આત્મનિર્ભરતા” તરફ ડગ માંડી રહી છે. રાજ્યમાં 3 લાખથી વધુ સ્વ-સહાય જૂથો કાર્યરત છે. 30 લાખથી વધુ ગરીબ મહિલાઓના આર્થિક ઉન્નતિના દ્વાર ખુલ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 1 લાખ 18 હજારથી વધુ સ્વ-સહાય જૂથોને 37 હજાર 667 કરોડ રૂપિયાથી વધુની કેશ ક્રેડિટ આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ સ્વ-સહાય જૂથોને 182 કરોડથી વધુ રિવોલ્વિંગ એટલે કે ફરતુ ફંડ આપવામાં આવ્યું છે. રાજ્યમાં 1 લાખ 28 હજારથી વધુ સ્વ-સહાય જૂથોને અત્યાર સુધીમાં 753 કરોડ 43 લાખ રૂપિયાથી વધુની કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે સમુદાય મૂડીરોકણ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
રાજ્યમાં કુલ 11 હજાર 151 ગ્રામ સંગઠનો અને ૯૨૩ જેટલા ક્લસ્ટર કક્ષાના ફેડરેશન પણ કાર્યરત છે. રાજ્યના કુલ ૩૩ જિલ્લામાં સ્વ-સહાય જૂથો માટે 33 સરસ મેળા યોજાયા હતા. જેમાં સ્વ-સહાય જૂથો દ્વારા 3 કરોડ 65 લાખ રૂપિયાથી વધુનું વેચાણ થયું છે.
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ-સહાય જૂથની પ્રેરણા આપી હતી. આવા સ્વ-સહાય જૂથોને રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ સહાય આપીને સખીમંડળો સાથે જોડાયેલી મહિલાઓને આત્મનિર્ભર કરવાનો દેશમાં આ નવો પ્રયાસ રાજ્ય સરકારે કર્યો હતો.