ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 16, 2024 7:25 પી એમ(PM) | મતદાર સુધારણા

printer

રાજ્યમાં 17થી 24 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે

રાજ્યમાં 17થી 24 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચની સુચના અને મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આવતીકાલે 17મી અને ત્યારબાદ 23 અને 24મી નવેમ્બરે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે.
આ ખાસ ઝૂંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે 10થી સાંજે પાંચ વાગ્યા સુધી બુથ લેવલ ઑફિસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે. આગામી પહેલી જાન્યુઆરી, 2025ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે. આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે. વધુમાં ખાસ ઝૂંબેશના દિવસો સિવાય તા.28.11.2025 સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાસે રાખવામાં આવેલી મતદારયાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકાશે.
ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની Voter Helpline App અને ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ voters.eci.gov.in તથા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની વેબસાઈટ ceo.gujarat.gov.in પરથી ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ