ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 8:12 એ એમ (AM) | જૂનાગઢ મહાનગર પાલિકા

printer

રાજ્યમાં 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત છે.

રાજ્યમાં 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત છે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કાર્યક્રમ બાદ ઉમેદવારી પત્રો ભરાયા હતા.
જૂનાગઢ મહાનગર પાલિકા , 66 નગરપાલિકા અને બે નગર પાલિકાની પેટા ચૂંટણી, જીલ્તા અનેતાલુકા પંચાયતની ચૂંટણી સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગઇકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાની ચૂંટણી માટે છ હજાર છસો કરતાં વધુ , જૂનાગઢ મહાનગર પાલિકા માટે 238 , જીલ્લા પંચાયત તાલુકા પંચાયત માટે 379 અને અન્ય નગરપાલિકાની પેટાચૂંટણી માટે 74 જેટલા ફોર્મ ભરાયા હતા. આ તમામમાંથી 1049 જેટલા ફોર્મ રદ કરાયા હતા.
હવે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય હવે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ