રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાના લાભ આપવામાં આવ્યા છે.
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ સુધીની શૈક્ષણિક યોજનાઓના લાભ ઉપલબ્ધ છે. 12 લાખ 84 હજાર 404 વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને 2 લાખ 49 હજાર 518 વિદ્યાર્થીને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ અપાયા છે.
આદિજાતિ વિસ્તારોમાં જ્ઞાનકૂંજ પ્રૉજેક્ટ અને સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બૉર્ડ યોજના હેઠળ 7 હજાર 408 સરકારી પ્રાથમિક શાળામાં 28 હજાર 12 સ્માર્ટ વર્ગખંડ નિર્માણ પામ્યા છે.
શ્રી ડિંડોરે ઉમેર્યું કે, આદિજાતિ વિસ્તારોમાં હાલ 8 હજાર 35 પ્રાથમિક શાળા, 1 હજાર 64 માધ્યમિક શાળા અને 509 જેટલી ઉચ્ચ શૈક્ષણિક શાળા કાર્યરત્ છે. દર વર્ષે 13 લાખ જેટલા વિદ્યાર્થીને શાળા ગણવેશ સહાય યોજનાનો લાભ અપાય છે. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) હેઠળ આદિજાતિ વિસ્તારોમાં 102 શાળા કાર્યરત્ છે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 10:48 એ એમ (AM) | #Akashvani AkashvaniNews | Gujarat | news