રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બુલન્સ સેવાએ શરૂ થઈ ત્યારથી આ ઑગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક એક કરોડ 66 લાખથી વધુ કૉલ સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડી છે. તેમજ 15 લાખ 52 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જ્યારે પ્રસુતિ સંબંધિત 55 લાખ 39 હજારથી વધુ અને માર્ગ અકસ્માતના 20 લાખ 32 હજારથી વધુ કિસ્સામાં સેવાઓ આપી છે.
108 સેવાએ જેતે સ્થળ પર એમ્બુલન્સમાં અત્યાર સુધીમાં એક લાખ 49 હજારથી વધુ સફળ પ્રસુતિ પણ કરાવી છે. આ સેવા અંતર્ગત વર્ષ 2012થી કાર્યરત્ 414 જેટલી ખિલખિલાટ વાનનો એક કરોડ 13 લાખથી વધુ, આરોગ્ય સંજીવની-મૉબાઇલ આરોગ્ય એકમમાં કાર્યરત્ 256 વાન થકી 2 કરોડ 79 લાખથી વધુ નાગરિકે લાભ લીધો છે.
ઉપરાંત વર્ષ 2020માં 10 ગામદીઠ ફરતું પશું દવાખાનું અને વર્ષ 2023માં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફરતું પશુ દવાખાનાની કુલ 586 વાન સેવારત્ છે, જેમાં 70 લાખથી વધુ પશુની સારવાર પણ થઈ છે.