ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 9:52 એ એમ (AM) | HMPV

printer

રાજ્યમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ MPVનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

રાજ્યમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ -HMPVનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યમાં વાઇરસ સંબંધિત કેસનાં નિદાન માટે રાજ્યની જિલ્લા હોસ્પિટલથી માંડીને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સપ્તાહથી રાજ્યમાં પણ આ વાઇરસનાં કેસોનું નિદાન થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વાયરસ અંગે તકેદારીના પુરતા પગલા લીધા છે.
દરમિયાન, સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અમદાવાદ વિમાનમથકે પણ ટીમ સાવચેત થઈ ગઈ છે.
આ વાઇરસનાં દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જેમાં બે અલગ અલગ વિભાગોમાં મળીને કુલ 15 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
દરમિયાન, મ્યુનિસિપલ આરોગ્ય વિભાગને HMPV વાઇરસનાં દર્દીની માહિતી ન આપવા બદલ અમદાવાદની ખાનગી હોસ્પિટલને નોટિસ મોકલીને ખુલાસો માંગવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ