રાજ્યમાં હૃદયરોગની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલ એ આશાનું કિરણ બનીને ઉભર્યું છે. હૉસ્પિટલમાં ગયા વર્ષે 29 હજાર 510 હૃદયરોગ સંબંધિત સારવાર પ્રક્રિયા કરવામાં આવી હતી એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
યુ.એન. મહેતા હૉસ્પિટલમાં ઑગસ્ટ 2024 સુધીમાં 2 લાખ 41 હજાર 33 દર્દીઓની સારવાર અને 5 હજાર 440 શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. આમાં ઘણા વધુ જોખમવાળા હસ્તક્ષેપ પણ સામેલ છે. આ હૉસ્પિટલ હૃદયરોગની સારવારમાં ગુજરાતની અગ્રણી સંસ્થા છે.
ઑગસ્ટ 2024 સુધીમાં 135 થી વધુ હૃદયરોગના આંતરરાષ્ટ્રીય દર્દીઓએ પોતાની સારવાર કરાવી છે. તેમજ રાજ્યમાં 18 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન્સ એટલે કે, હૃદય પ્રત્યારોપણ કરાયા છે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 7:47 પી એમ(PM) | હૃદયરોગની
રાજ્યમાં હૃદયરોગની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલ એ આશાનું કિરણ બનીને ઉભર્યું છે.
